નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવાનો ઘેલો ચશ્કો, લોહીથી બનાવ્યું વિશાળ ચિત્ર

10 વર્ષ પેહલા
  • કૉપી લિંક

- નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવાનો ઘેલો ચશ્કો, લોહીથી બનાવ્યું વિશાળ ચિત્ર
- કુંકાવાવના યુવાને પોતાના લોહીથી બનાવ્યુ નરેન્દ્ર મોદીનુ છ ફુટનુ ચિત્ર
- નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવુ હોય કંઇક નવુ કરવા અજમાવ્યો નુસખો


હું કોઇ પક્ષનો માણસ નથી. પરંતુ મોદીની વિચારધારા મને ગમે છે. મોદી કંઇક નવુ કરવા માંગે છે. તે મારા માટે આદર્શ છે. હું તેમને ક્યારેય રૂબરૂ મળ્યો નથી અને મારે તેના સુધી પહોંચવુ છે. એટલે મે આ ચિત્ર બનાવ્યુ છે.. આ શબ્દો છે નાની કુંકાવાવના મયુર મનુભાઇ ડાભી નામના ચોવીસ વર્ષીય યુવકના. કે જેણે માત્ર મોદીને મળવા માટે પોતાના લોહીથી છ ફુટ ઉંચુ અને ત્રણ ફુટ પહોળુ વિશાળ ચિત્ર બનાવડાવ્યુ છે. હવે તે આ ચિત્ર નરેન્દ્ર મોદીને ભેટ આપવા માંગે છે. આજનો યુવાવર્ગ નરેન્દ્ર મોદીથી વિશેષ પ્રભાવિત છે.

અને તેમાનો એક છે આ મયુર ડાભી. મોટી કુંકાવાવથી ચાર કિમી દુર આવેલા નાની કુંકાવાવમા રહેતો આ દરજી યુવાન ગ્રેજયુએટ છે. અને કુંકાવાવમા મહાવીર કોમ્પ્યુટરના નામે કોમ્પ્યુટરની લેવેચનો ધંધો કરે છે. તેનામા પણ હંમેશા કંઇક નવુ કરવાની ધગશ છે. દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા તેણે જણાવ્યુ હતુ કે નરેન્દ્ર મોદીના વિચારો મને ગમે છે. એટલે જ મારા લોહીથી આ ચિત્ર તૈયાર કરાવ્યુ છે. અને તેના પર વોટ ફોર નરેન્દ્ર મોદી લખવુ હતુ.

આગળ વાંચો, મે આ ચિત્ર પર માય બ્લડ ફોર યુ લખાવ્યુ છે, એક પખવાડીયામા તૈયાર થયુ ચિત્ર, રક્તની એક બોટલનો ઉપયોગ, સૌથી મોટુ ચિત્ર હોવાનો દાવો